અનંત છે તું રે માડી, છે અનંત નામ તો તારા
એક નામમાં વહાવી દે રે માડી, આજે તારી અમૃતધારા
જનમ જનમના રહ્યા છે વધતા માડી, કર્મના તો ભારા
રહ્યા છે એ તો માગી રે માડી, અમૃતબિંદુ તો તારા
નયના ઝંખે, હૈયું તલસે રે માડી, દર્શન તો તારા
દઈ દર્શન, પ્યાસા નયનને પીવરાવ તારી અમૃતધારા
કંટકઘેર્યો છે માર્ગ ભક્તિનો, અરે ઓ માડી મારા
તારા વિશ્વાસે રહ્યો છું ચાલી, દઈ દે તારી અમૃતધારા
સંસાર પથ પર રહે છે મળતા, વિષના પ્યાલા
પચાવવા એને રે માડી, વહાવી દે રે તારી અમૃતધારા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)