Hymn No. 1875 | Date: 09-Jun-1989
|
|
Text Size |
 |
 |
છે અજબ તારી રચના, ને છે અજબ તો તું, છે માડી રે, તું તો વંડરફૂલ
Che Ajab Tari Rachna, Ne Che Ajab Toh Tu, Che Madi Re, Tu Toh Vandarkul
પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)
છે અજબ તારી રચના, ને છે અજબ તો તું, છે માડી રે, તું તો વંડરફૂલ બોલીયે જગમાં અમે તો જે જે, સાંભળે બધુંયે તું, છે માડી રે, તું તો વંડરફૂલ ના દેખાયે તું તો, તોયે જોયે અમને તું, છે માડી રે, તું તો વંડરફૂલ જાગે પ્યાસ જ્યાં અમને, ભરે જળથી સરોવર તું, રે માડી, હાઉ નાઇસ ઓફ યુ લાગે ભૂખ અમને, દે અન્નના ભંડાર તો તું રે માડી, હાઉ નાઇસ ઓફ યુ લાગે થાક અમને, આપે આંખમાં તો નીંદર તું રે માડી, હાઉ નાઇસ ઓફ યુ રાતે સુવાડી, દિવસે જગાડી, જગાડે રે તું રે માડી, હાઉ નાઇસ ઓફ યુ ઘેરાઈએ જ્યારે, બચાવે તું ત્યારે, બચાવે તો તું છે માડી રે, તું તો વંડરફૂલ એક જ ધરતીમાંથી, આપે ફળો જુદા, આપે રે તું છે માડી રે, તું તો વંડરફૂલ ઋતુઓ રચી જુદી, જરૂરિયાત કરે પૂરી, પૂરી કરે તું રે માડી, હાઉ નાઇસ ઓફ યુ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|