ધોતા ધોતા તો, મેલાં કપડાં પણ ચોખ્ખા થાય
હજારવાર કોલસાને ધૂવો, કાળોને કાળો એ રહી જાય
કરજે ના હૈયું મેલું એટલું, સાફ ના એ કરી શકાય
નિર્મળ કરજે એને તું એટલું, ડાઘ નાનો પણ ચોખ્ખો દેખાય
જલ્યો અગ્નિમાં જ્યાં, બન્યો રાખ ત્યાં, રંગ ત્યાં એનો બદલાય
ના રહ્યો એ કોલસો, બની રાખ, રંગ ત્યાં ગયો પલટાઈ
કર્મોમાં બળ્યો જ્યાં જીવ, બાળી કર્મો એ ખૂબ બદલાય
ગુણ એનાં બદલાતાં, નવા રૂપે તો ત્યાં એ દેખાય
આવે દબાણ ખૂબ, કોલસો ધીરે ધીરે હીરામાં પલટાય
રહે ના એ કોલસો, બની હીરો, રંગ રૂપે ના વરતાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)