Hymn No. 1892 | Date: 30-Jun-1989
|
|
Text Size |
 |
 |
1989-06-30
1989-06-30
1989-06-30
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13381
છે જગમાં, ભાષા તો નોખનોખી રે
છે જગમાં, ભાષા તો નોખનોખી રે છે તોયે આંખને, ભાવની ભાષા, જગમાં એકસરખી રે ના સમજાવી શકે જે મુખથી વાણી, ઇશારા આંખના સમજાવી જાશે રે વ્યક્ત કરી ના શકશે મન જે ભાવો, આંખ એને કહી જાશે રે ચીસ વ્યક્ત કરી ના શકશે દર્દ જે, ભાવો મુખના એને કહી જાશે રે વાણીને કહેતાં જે સમય લાગે, ભાવો એને ક્ષણમાં કહી જાશે રે જગતના શિશુઓની છે એક ભાષા, માતા સમજે એને સરખી રે પ્રાણી પણ સમજે છે ભાવની ભાષા, છે ભાષા એ અનોખી રે નેત્રહીન તો મળશે જગમાં, ભાવહીન ના કોઈ મળશે રે કરજે વાત સાચા ભાવથી, ભાષા ભાવની સમજાશે રે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
Chhe jagamam, Bhasha to nokhanokhi re
Chhe toye ankhane, Bhavani Bhasha, jag maa ekasarakhi re
na samajavi shake each mukhathi vani, Ishara aankh na samajavi jaashe re
vyakta kari na shakashe mann per bhavo, aankh ene kahi jaashe re
chisa vyakta kari na shakashe dard ever bhavo mukhana ene kahi jaashe re
vanine kahetam je samay lage, bhavo ene kshanamam kahi jaashe re
jagat na shishuoni che ek bhasha, maat samaje ene sarakhi re
prani pan samaje che bhavani pan samaje che bhavani bhavani bhavina, che bhagina, toahina
malas bhagina, na re
karje vaat saacha bhavathi, bhasha bhavani samajashe re
|