Hymn No. 1894 | Date: 05-Jul-1989
|
|
Text Size |
 |
 |
1989-07-05
1989-07-05
1989-07-05
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13383
હું તો હું માં અટવાઈ ગયો, માયામાં તો ફસાઈ ગયો
હું તો હું માં અટવાઈ ગયો, માયામાં તો ફસાઈ ગયો ગયો રે ભૂલી હું તો, છું કોણ, આવ્યો ક્યાંથી, ક્યાં જવાનો ઘૂમી ઘૂમી માયામાં ખૂબ, માયાના રંગે ખૂબ રંગાયો - ગયો રે... વળગી માયા એવી, લાગી રે સાચી, જ્યાં માયાના પડદે ઢંકાયો - ગયો રે... મળ્યા મોકા, ખોયા બધા, જ્યાં તારી માયાએ ખૂબ નચાવ્યો - ગયો રે... સ્વત્વ મારું રે ગયું રે ભુલાઈ, કેફ માયાનો ખૂબ જ્યાં ચડયો રે - ગયો રે... ભુલાયો જ્યાં હું, ભુલાયું ઘણું બધું, ભૂલોની ભૂલવણીમાં અટવાયો - ગયો રે... પડયા ફટકા ઘણા, સદા માયાના લોભે એ ઝીલતો ગયો - ગયો રે... સૂઝી ના દિશા, સૂઝયા ના પ્રભુ, રંગ માયાનો દેખાતો ગયો - ગયો રે... જ્યાં અટવાયો ખૂબ, મૂંઝાયો ખૂબ, રંગ માયાનો ઊતરતો ગયો - ગયો રે... રંગ ઊતર્યો માયાનો જ્યાં, હું તો હું માં સમાતો ગયો - ગયો રે...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
hu to hu maa atavaai gayo, maya maa to phasai gayo
gayo re bhuli hu to, chu kona, aavyo kyanthi, kya javano
ghumi ghumi maya maa khuba, mayana range khub rangayo - gayo re ...
valagi maya evi, laagi re sachi, jya mayana padade dhankayo - gayo re ...
malya moka, khoya badha, jya taari mayae khub nachavyo - gayo re ...
svatva maaru re gayu re bhulai, kepha mayano khub jya chadyo re - gayo re ...
bhulayo jya hum, bhulayum ghanu badhum, bhuloni bhulavanimam atavayo - gayo re ...
padaya phataka ghana, saad mayana lobhe e jilato gayo - gayo re ...
suji na disha, sujaya na prabhu, rang mayano dekhato gayo - gayo re ...
jya atavayo khuba, munjayo khuba, rang mayano utarato gayo - gayo re ...
rang utaryo mayano jyam, hu to hu maa samato gayo - gayo re ...
|