જલે છે ઝૂંપડી જીવનમાં જ્યાં તારી, આગ અન્યની ઓલવવા નીકળ્યો છે તું શાને
બચાવ ઝૂંપડી પહેલાં તું તારી, ફિકર અન્યની તું કરે છે રે શાને
કર જતન પહેલાં તું કરીને ફિકર તારી, કરી ફિકર અન્યની પતન નોતરે છે શાને
બુઝાવી નથી શક્યો આગ તારી ઝૂંપડીની, છે બેખબર એમાં, ખબર અન્યની રાખવા દોડે છે શાને
જન્મ્યો ઘુમાડો જે એની આગમાંથી, ભાગે છે છોડીને આગ એ, તું એમાં દોડે છે શાને
છે હાલત દયાજનક તો જ્યાં તારી, ખાવા દયા અન્યની તું નીકળ્યો છે શાને
બુઝાવીશ ના જો તું આગને તારી, ચિનગારી એની, જલાવી જાશે એ તનેને તને
કરી અદા તારી જવાબદારી, લેજે અન્યની ત્યારે તું જવાબદારી
કર્યા વિના અદા, તારી જવાબદારી, પડશે ભારી તને તારી એ ઉદારી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)