તત્ત્વજ્ઞાન તો શોભે એવા રે મુખે, જે જીવન એવું તો જીવે
મિથ્યા કાઢે વાણી જે, જગ દંભી એને તો સમજે
ધમકી સમર્થની અસર તો કરે, અસમર્થની અવગણના તો થાયે
હથિયાર તો શોભે બળવાનના હાથમાં, કાયરના મુખે તો રૂદન શોભે
હાસ્ય શોભે નિર્મળતાભર્યું, નયનો વિધવિધ ઇશારા કરે
ભૂખને સમયે ભોજન શોભે, ચર્ચા શોભે ફુરસદના સમયે
ભરતી તો શોભે સમુદ્રે, શાંત લહરી શોભે તો સરોવરે
શણગાર શોભે લગ્નમંડપે, વસ્ત્ર સાદા શોભે મરણપ્રસંગે
દિવસે તો સૂરજ શોભે, શોભે તારાઓ તો રાત્રિએ
તપ તો શોભે સંયમે, સંયમ તો શોભે સદા નિયમે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)