Hymn No. 1917 | Date: 21-Jul-1989
|
|
Text Size |
 |
 |
1989-07-21
1989-07-21
1989-07-21
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13406
એક જ પળે જગમાં કોઈ વિદાય લેતું, કોઈનું આગમન થાય
એક જ પળે જગમાં કોઈ વિદાય લેતું, કોઈનું આગમન થાય પળ ગણવી સારી કે નરસી, એ તો ના સમજાય એક જ પળે કોઈ તો ગુમાવે, કોઈ તો કમાતો જાય - પળ... એક જ પળે કોઈનો સંસાર તૂટે, કોઈનો સંસાર સંધાય - પળ... એક જ પળે ક્યાંક પુણ્ય આચરાય, ને ક્યાંય પાપ આચરાય - પળ... એક જ પળે સાગરમાં ક્યાંક ભરતી જાગે, ક્યાંક ઓટ તો થાય - પળ... એક જ પળે ક્યાંક વેર બંધાય, તો ક્યાંક પ્રેમમાં ડૂબી જાય - પળ... એક જ પળે ક્યાંક થાયે ઝઘડા, તો ક્યાંક શાંતિ સ્થપાય - પળ... એક જ પળે કોઈ ભોજન પામે, કોઈ ભૂખ્યું રહી જાય - પળ... એક જ પળે કોઈ સૂતું રહે, કોઈ તો જાગી જાય - પળ... પળ છે તો નિર્લેપ સાક્ષી, મન જોડો જેવું એવી વરતાય - પળ...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
ek j pale jag maa koi vidaya letum, koinu agamana thaay
pal ganavi sari ke narasi, e to na samjaay
ek j pale koi to gumave, koi to kamato jaay - pal ...
ek j pale koino sansar tute, koino sansar sandhaya - pala. ..
ek j pale kyanka punya acharaya, ne kyaaya paap acharaya - pal ...
ek j pale sagar maa kyanka bharati hunt, kyanka oot to thaay - pal ...
ek j pale kyanka ver bandhaya, to kyanka prem maa dubi jaay - pala. ..
ek j pale kyanka thaye jaghada, to kyanka shanti sthapaya - pal ...
ek j pale koi bhojan pame, koi bhukhyum rahi jaay - pal ...
ek j pale koi sutum rahe, koi to jaagi jaay - pal ...
pal che to nirlepa sakshi, mann jodo jevu evi varataay - pal ...
|
|