વખત, વખતને માન છે, નહિ માનવ તો મહાન
પડતો આખડતો બાળના હાથમાં હશે કાલે લગામ
શીત નદીના નીરમાં, કદી જાગે પ્રચંડ તોફાન
કાલે ઝીલતો સલામ સહુની, કરે આજે સહુને સલામ
ઢળતા સૂર્યને સહુ નીરખે, મધ્યાન્હે તપતા સૂર્યને ન જોવાય
નાની નાની વાદળી, ભેગી મળી, સૂર્યને તો ઢાંકી જાય
ધનવાનના ગળામાં, કાચ પણ હીરામાં ખપી જાય
આકર્ષાતું સૌંદર્ય આજે, એ તો કાલે ઢળી જાય
માયે ન જવાનીનું જોશ આજે, ઘડપણે એ ઢીલો થઈ જાય
રોજ તપતા ચંદ્ર સૂરજને પણ, ગ્રહણ ગ્રહી જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)