Hymn No. 1932 | Date: 05-Aug-1989
|
|
Text Size |
 |
 |
રહે જગમાં, સુખ કાજે સહુ તો મથી, અન્ય ભલે દુઃખી રહી જાય છે તકલીફ સહુને પોતાની, નજરમાં આવે, અન્યની નજર બહાર રહી જાય છે અન્નનો કોળિયો સ્વમુખમાં જલદી જાયે, કવચિત અન્યને ધરાવાય છે દોષ પોતાના જાયે સહુ ભૂલી, અન્યના જલદી તો દેખાય છે પારકી બૈરી લાગે સહુને સુંદર, નિજની તો હડધૂત થાય છે છે એના પર હક માલિકીનો જાગે, બીજા માટે પૂંછડી પટપટાવાય છે સાચની આશા રાખી હૈયે અસત્યમાં, નિત્ય ઝોલા ખાય છે અન્યના રૂપમાં ખામી લાગે, નિજ દર્પણ સામે, સહુ સુંદર દેખાય છે પોતાના પાસે સહુ રોફ જમાવે, અન્ય પાસે નરમઘેંસ બની જાય છે કરે કશિશ જોવા પ્રભુને, માયા નજરમાં તો આવી જાય છે કરો યાદ જેને હરદમ એ, યાદમાં જલદી તો આવી જાય છે નિજમાં સુખ શોધવું ભૂલી, જગમાં સુખની શોધ બહાર થાય છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|