ઇચ્છાઓ શક્તિબહાર જ્યાં દોડવા લાગે, દાટ એ તો વાળી જાયે
આશાઓ હદબહાર જ્યાં જાગી જાયે, દાટ એ તો વાળી જાયે
ક્રોધ જ્યાં હદબહાર જાગી જાયે, દાટ ત્યાં એ તો વાળી જાયે
લોભ જ્યાં હદબહાર જાગી જાયે, દાટ ત્યાં એ તો વાળી જાયે
મોહ જ્યાં હદબહાર જાગી જાયે, દાટ ત્યાં એ તો વાળી જાયે
કામ જ્યાં હદબહાર જાગી જાયે, દાટ ત્યાં એ તો વાળી જાયે
શંકા હદબહાર જ્યાં જાગી જાયે, દાટ ત્યાં એ તો વાળી જાયે
આળસ હદબહાર જ્યાં જાગી જાયે, દાટ ત્યાં એ તો વાળી જાયે
ઈર્ષ્યા જ્યાં હદબહાર જાગી જાયે, દાટ ત્યાં એ તો વાળી જાયે
અહં જ્યાં હદબહાર જાગી જાયે, દાટ ત્યાં એ તો વાળી જાયે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)