જય જય અસંતોષી `મા' જય જય જય (2)
વ્યાપ્યા છો તમે સહુના હૈયાંમાં, રાખ્યા ના બાકી કોઈને એમાં - જય...
રહ્યાં છીએ પામ્યા નિત્ય પ્રસાદ તમારો, કરો છો કદી તમે એમાં વધારો - જય...
જોયું મળતાં અન્યને જીવનમાં જ્યાં, મળ્યું ના અમને, એ જ્યાં પ્રવેશ્યા હૈયાંમાં તમે ત્યાં - જય...
રાખી મંઝિલ ઊંચી જીવનમાં જ્યાં, પહોંચી ના શક્યા એને જીવનમાં,પ્રવેશ્યા હૈયાંમાં તમે ત્યાં - જય... સમજ્યો માનનો અધિકારી મને, જ્યાં મળ્યું ના માન એટલું જ્યાં, પ્રવેશ્યા હૈયાંમાં તમે ત્યાં - જય...
જોયું અન્યને માન મળતાં જીવનમાં, મળ્યું ના માન મને જ્યાં, પ્રવેશ્યા હૈયાંમાં તમે ત્યાં - જ્ય...
આશાને આશાઓના રચ્યા મિનારા જ્યાં, તૂટતા એને રે જ્યાં, પ્રવેશ્યા હૈયાંમાં તમે ત્યાં - જય...
રહ્યાં મોકલતા એક એક દાસ તમારા, બધું સહેવું, પ્રવેશવું તમારું, ત્યાં પ્રવેશ્યા હૈયાંમાં તમે ત્યાં - જય...
બેસું કરવા વિચાર સાચા જ્યાં, દોડી આવ્યા વિચારો ખોટા ત્યાં, પ્રવેશ્યા હૈયાંમાં તમે ત્યાં - જય...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)