છે કલ્પનાથી અનેરી તું તો માડી, કરું કલ્પના તારી રે ક્યાંથી
રહે સર્વ સરખામણી તો અધૂરી, કરું સરખામણી તારી રે કોનાથી
ગાવા બેસું ગુણ તો તારા, વાણી મારી ત્યાં અટકી જાતી
અનિમેષ નયને નીરખું મૂર્તિ તારી, નયનો તો આંસુ વહાવતી
નિરખતાં તને, વીતતી પળો કેટલી, એ તો ત્યારે ના સમજાતી
જરા નજરથી દૂર જ્યાં તું હટતી, હાલત મારી બૂરી તો થાતી
ધડકને ધડકન તો રહે ધડકતી, હર ધડકન તો તને પુકારતી
શ્વાસેશ્વાસમાંથી તો માડી, લય તો નિત્ય તારી સંભળાતી
રહું ભલે દૂર, તુજથી રે માડી, અલગતા ત્યાં તો વિસરાતી
કૃપા ગણું કે દયા ગણું રે તારી, વાત સમજમાં આ ના આવતી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)