Hymn No. 1944 | Date: 12-Aug-1989
|
|
Text Size |
 |
 |
1989-08-12
1989-08-12
1989-08-12
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13433
સમય સમય પર બધું થાતું રહેશે, સમય ના કોઈથી રોકાશે
સમય સમય પર બધું થાતું રહેશે, સમય ના કોઈથી રોકાશે પ્રભાત થાતાં સૂર્યનું આગમન થાશે, સાંજ ઢળતા એ તો ઢળી જાશે બાળપણ વીતી જુવાની આવશે, ઘડપણ ત્યાં દોડી આવશે નાના છોડમાંથી વૃક્ષ મોટું થાશે, ફળફૂલથી તો એ લચી જાશે આજના બાળ માતપિતા થાશે, ક્રમ સદા આ ચાલુ રહેશે ક્રમ યુગોથી ના આ બદલાયો, ક્રમ સદા આ ચાલતો રહેશે આજ તો છે વીત્યાનું ભવિષ્ય, આજ તો ભવિષ્ય ઘડી જાશે જીવન જીવવું છે આજમાં, આજ તારી તું સુધારી લેજે આવ્યું જગમાં જે જે, સમય થાતા જગમાંથી વિદાય લેશે જોજે તું જીવનમાં એટલું, સુવાસ તારી ફેલાવી જાજે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
samay samaya paar badhu thaatu raheshe, samay na koi thi rokashe
prabhata thata suryanum agamana thashe, saanj dhalata e to dhali jaashe
balpan viti juvani avashe, ghadapana tya dodi aavashe
nana chhodamanthi, vriksh to thada e motum thashe, balad lathi, pad laphulashe, pad
lashe a chalu raheshe
krama yugothi na a badalayo, krama saad a chalato raheshe
aaj to che vityanum bhavishya, aaj to bhavishya ghadi jaashe
jivan jivavum che ajamam, aaj taari tu sudhari leje
avyamayum jagamhe jag, lesa vita yum jagiv jag,
lesa, samantaya that suvasa taari phelavi jaje
|
|