પ્રેમની ધારા તારી, પહોંચી હૈયે જ્યાં મારા રે માડી
ગયો જગનું બધું હું તો હારી
ગયો ધારામાં જ્યાં હું ડૂબી, ભાન બધું ગયો રે ભૂલી - ગયો...
સુખદુઃખના વિચારો ત્યાગી, થયો તારા વિચારોમાં રાજી - ગયો...
માન-અપમાન ગયો વીસરી, જ્યાં તારી પ્રેમની નદી મળી - ગયો...
સાચા-ખોટાની ચિંતા મટી, સત્ય સ્વરૂપ તારું ગયું ઝળકી - ગયો...
સત્ય-અસત્ય સ્વરૂપ તારા, એક કરે દૂર, બીજું તુજમાં જોડનારી - ગયો...
પુરી, દ્વારિકા, કાશી, સમાયે ધારામાં તારી, છે ધારા અવિનાશી - ગયો...
મળે જ્યાં એક બિંદુ એનું, મળે ત્યાં તો આનંદનો સિંધુ - ગયો...
સરિતા ગણું, સાગર ગણું, છે અમૃતની એ તો સિંધુ - ગયો...
બનું દીવાનો એમાં સદાયે, હૈયેથી માડી આ ઇચ્છું - ગયો...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)