રોજ સવારે સૂરજ ઊગે, આથમી સાંજે જાય
ક્રમ આ ચાલ્યો આવે, ક્રમ આ ના બદલાય
સાગરમાં આવે ભરતી, ને ઓટ પણ આવી જાય - ક્રમ...
દિન ઊગે ને દિન આથમે, દિન બદલાતા જાય - ક્રમ...
સુખદુઃખ આવે ને જાયે, ના સ્થાયી રહી જાય - ક્રમ...
બાળપણ વીતે, જુવાની આવે, ઘડપણ દોડી આવે સદાય - ક્રમ...
હાસ્ય રુદન જીવનમાં આવે, સ્થિર ના રહે સદાય - ક્રમ...
જન્મ લઈ જગમાં જે આવે, એ તો જગ છોડી જાય - ક્રમ...
રોજ ખાવો ને રોજ ભૂખ લાગે, ના બદલી એમાં થાય - ક્રમ...
એક દિન હૈયે ભક્તિ જાગે, મન, ચિત્ત, વૃત્તિ બદલાય - ક્રમ...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)