1989-08-18
1989-08-18
1989-08-18
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13442
દૃષ્ટિ દૃષ્ટિમાં તો ફેર છે, દૃષ્ટિમાં તો ફેર છે
દૃષ્ટિ દૃષ્ટિમાં તો ફેર છે, દૃષ્ટિમાં તો ફેર છે
એક જુએ એક દૃષ્ટિથી, જુએ બીજો બીજી દૃષ્ટિથી
રહે દૃષ્ટિમાં જ્યાં અંતર રે, દૃષ્ટિ દૃષ્ટિમાં તો ફેર છે
કોઈ જુએ મોહથી, તો કોઈ જુએ અભિમાનથી
સાચું ના દેખાશે એમાંથી, દૃષ્ટિમાં જ્યાં આ મેલ છે - દૃષ્ટિ...
કોઈ જુએ વેરભર્યા હૈયાથી, કોઈ જુએ ઈર્ષ્યા ભરી આંખથી - સાચું...
કોઈ જુએ લાભની ઇચ્છાથી, કોઈ જુએ પરમાર્થથી - સાચું...
દૃષ્ટિમાં રહે જ્યાં ફેર રે, દૃષ્ટિ દૃષ્ટિમાં ફેર છે - દૃષ્ટિ...
કોઈ જુએ શંકાથી, કોઈ જુએ તુચ્છકારથી - સાચું...
ભાવ ભરાશે જ્યાં હૈયામાં, પ્રેમ ભરાયે ત્યાં દૃષ્ટિમાં
દેખાયે સૃષ્ટિ ત્યાં અનોખી, મળે દૃષ્ટિમાં જ્યાં આ મેળ રે - દૃષ્ટિ...
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
dr̥ṣṭi dr̥ṣṭimāṁ tō phēra chē, dr̥ṣṭimāṁ tō phēra chē
ēka juē ēka dr̥ṣṭithī, juē bījō bījī dr̥ṣṭithī
rahē dr̥ṣṭimāṁ jyāṁ aṁtara rē, dr̥ṣṭi dr̥ṣṭimāṁ tō phēra chē
kōī juē mōhathī, tō kōī juē abhimānathī
sācuṁ nā dēkhāśē ēmāṁthī, dr̥ṣṭimāṁ jyāṁ ā mēla chē - dr̥ṣṭi...
kōī juē vērabharyā haiyāthī, kōī juē īrṣyā bharī āṁkhathī - sācuṁ...
kōī juē lābhanī icchāthī, kōī juē paramārthathī - sācuṁ...
dr̥ṣṭimāṁ rahē jyāṁ phēra rē, dr̥ṣṭi dr̥ṣṭimāṁ phēra chē - dr̥ṣṭi...
kōī juē śaṁkāthī, kōī juē tucchakārathī - sācuṁ...
bhāva bharāśē jyāṁ haiyāmāṁ, prēma bharāyē tyāṁ dr̥ṣṭimāṁ
dēkhāyē sr̥ṣṭi tyāṁ anōkhī, malē dr̥ṣṭimāṁ jyāṁ ā mēla rē - dr̥ṣṭi...
|
|