છેતરાતો રહ્યો છે જનમોજનમથી રે તું, આ જનમ તું છેતરાતો ના
રહી છે માયા, પાછળ પડી રે સહુની, એમાં તો તું ભરમાતો ના
થાશે ભૂલ એમાં જો તારી, પડશે ચૂકવવી કિંમત તો જનમની
ચૂકવી કિંમત તેં તો ઘણી, એનું પુનરાવર્તન હવે તું કરતો ના
મળ્યો છે મોકો સુંદર તને, કરવો ઉપયોગ એનો તું ચૂકતો ના
નથી કાંઈ એ તો સહેલું, માની અઘરું, એને તું છોડી દેતો ના
કરજે, હિંમત, શ્રદ્ધા ને ધીરજની મૂડી ભેગી, ભેગી કરવી તું ભૂલતો ના
ડગલેપગલે પડશે જરૂર એની, કમી એમાં તો આવવા દેતો ના
પ્રભુના હાથ છે તારી પાસે ને પાસે, વાત આ કદી ભૂલતો ના
દુશ્મન નથી એ તો તારો, સાથ એનો લેવો તું ભૂલતો ના
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)