રહે ભર્યું જીવન જો પ્યારથી, રહે જીવનમાં સદા બહાર
ભર્યું રહે જીવન જો વિકારથી, બને જીવન ત્યાં વેરાન
શુદ્ધ સાત્વિક જીવન જ્યાં રહે, ખુલે ત્યાં સ્વર્ગના દ્વાર
ખોલતા દ્વાર જીવનના તારા, કરજે સદા આ વિચાર
પ્રેમ તો છે નામ પ્રભુનું, છે પ્રભુનું એ મંગળ દ્વાર
ખુલે દ્વાર જ્યાં એ હૈયાના, કરે ના પ્રભુ આવવાને વાર
છે દ્વાર તો એ તારી પાસે, કર ના ખોલવાને એમાં વાર
જોઈ રહ્યા છે વાટ પ્રભુ તો, ખોલે ક્યારે તું દ્વાર
જોવરાવી વાટ જનમજનમથી, ના ચૂક્તો તું આ વાર
રહે ભર્યું જીવન જો વિકારથી, બનશે જીવન તો નરકાગાર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)