અરજ કરી છે મેં તો માડી, અરજ મારી સ્વીકારજે
ફરતા મારા ચિત્તડાને માડી, તારા ચરણમાં સ્થાપજે
જાગે હૈયે અનેક ભાવો રે માડી, વિશુદ્ધતા એમાં આપજે
સાચું-ખોટું, જગમાં સમસ્યા રે માડી, બુદ્ધિ તારી થોડી આપજે
માન ભલે મળે જગમાં, જીરવવા શક્તિ તારી આપજે
અપમાન મળે ભલે રે જગમાં, ના વિચલિત એમાં બનાવજે
જાગે ના કામ ક્રોધ હૈયામાં, શક્તિ થોડી તારી આપજે
વિકારો પર મેળવી વિજય, ભક્તિ તુજમાં મારી સ્થાપજે
દાન દયામાં ના અચકાઉં, ભાવ હૈયે એવા ભરાવજે
મતિ ને પ્રીતિ રહે રે તુજમાં, વરદાન એવું આપજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)