છે તું મંગળકારી રે, છે તું કલ્યાણકારી રે
હો મારી સિધ્ધમા ભવાની રે
છે તું સદા દયાળી રે, છે તું ડીસાવાળી રે - હો મારી...
છે તું આદિ અનાદિ રે, છે તું રક્ષણકારી રે - હો મારી...
છે તું સર્વ ગુણકારી રે, છે તું સદા કૃપાળી રે - હો મારી...
છે તું અણુ અણુમાં વસનારી રે, છે તું શક્તિશાળી રે - હો મારી...
છે તું આશા પૂરનારી રે, છે તું વરદાન દેનારી રે - હો મારી...
છે તું ભાગ્ય લખનારી રે, છે તું ભાગ્ય બદલનારી રે - હો મારી...
છે તું પૂજન સ્વીકારનારી રે, છે તું ભાવે ભીંજાનારી રે - હો મારી...
છે તું દુઃખ હરનારી રે, છે તું સર્વ સુખકારી રે - હો મારી...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)