દુભવી અન્ય આત્માને, ચાહના સુખની રાખશો નહિ
કરી અપમાન અન્યનું, રાજી હૈયેથી થાશો નહિ
મદદ કાજે ફેલાયેલ હાથને, બને તો ખાલી રાખશો નહિ
મુકાયેલા તુજમાં વિશ્વાસને, વિશ્વાસઘાત કરશો નહિ
હમદર્દી ચાહતા નયનોની, ઠેકડી ઉડાવશો નહિ
આશરો ચાહતા જીવને, આશરો દેવું ચૂક્તા નહિ
મા-બાપના ઘડપણની લાકડી બનવું ભૂલતા નહિ
ધર્મને હર શ્વાસમાં, ને આચરણમાં, વણવું ભૂલતા નહિ
સફળતાના શ્વાસમાં આભાર અન્યનો, આભાર માનવું ભૂલતા નહિ
દુઃખે પીડાતા દર્દીના દર્દને, સહાનુભૂતિનું જળ પાવું ભૂલતા નહિ
હર શ્વાસ ને કર્મના કરતા, પ્રભુનો આભાર માનવું ચૂક્તા નહિ
પડતી હર દૃષ્ટિમાં વાસ છે પ્રભુનો, એ કદી ભૂલતા નહિ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)