નથી કહેવી રે વાત મારે રે તને રે પ્રભુ, દીધા ના હોંકાર મારી વાતમાં તેં તો મને
નીરખી નીરખીને રે મને, રાખે છે ચીતડાં જ્યાં તું તો અન્યને
આવ્યો હતો તો કહેવા, વાત મારી તો તને, જોયું ચીતડું તારું તો બીજે
જાણું છું ને માનું છું, નીરખું છું જગમાં, તું તો સહુને તોયે હવે રે મારે
કરવા નીકળ્યો હતો દિલ ખાલી કરવા તારી પાસે, અટકાવી દીધો કેમ તેં મને
કાઢીને સમય માયામાંથી, આવ્યો હતો હું તો કહેવાને વાત તો તને
તને મારો જાણીને, મારો કરવાને, મળવા આવ્યો હતો હું તો તને
ગણતો ના અભિમાન એને તું મારું, પણ ચાહું છું હોંકારો દે તું તો મને
કરજે એકવાર હૈયાંમાં વિચાર તો તું, શું વ્યવહાર આવો શોભે છે તને
કરીએ જો ના યાદ હવે તો તને, કરતો ના ફરિયાદ એની તું તો મને
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)