રચ્યું નથી કાંઈ જગ તેં તો, જગનો રચનાર તો કોઈ છે
ચલાવતો નથી કાંઈ જગ તું તો, જગનો ચલાવનાર તો કોઈ છે
છે કાંઈ શક્તિ ભરી રે તુજમાં, શક્તિનો ભરનાર તો કોઈ છે
રચ્યો ને મોકલ્યો છે તને જેણે જગમાં, જગનો રચનાર તો એજ છે
રચ્યા મહેલો તો અનેક માનવે, માનવનો રચનાર તો એજ છે
કરી ટુકડા જગના માનવ સત્તા ચલાવે, દોર સત્તાનો એની પાસે છે
તું જાણે કે કરી શકે છે બધું તું જગમાં, સર્વ કરનાર તો એજ છે
રચ્યો છે ને મોકલ્યો છે તને જેણે જગમાં, જગનો રચનાર તો એજ છે
ચાલે ના સત્તા ભરતી-ઓટ પર માનવની, સત્તા ચલાવનાર તો એજ છે
રચી ના શકે પૂનમ કે અમાસ માનવ તો, રચનાર એનો પણ એજ છે
સ્વીકારી નથી સત્તા દિન કે રાતે માનવની, એના ઇશારે તો થાય છે
રચ્યો ને મોકલ્યો છે તને જેણે જગમાં, જગનો રચનાર તો એજ છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)