નથી ભરોસો તને જ્યાં તારા પર, રહેશે ભરોસો પ્રભુ પર ક્યાંથી
હતી ના પરિસ્થિતિ, એ તો સરજાઈ જાશે, એક દિવસ એ તો મટી
બદલાતા આ વિશ્વમાં, રહે બધું બદલાતું, એક દિન જાશે બધું બદલાઈ
ચિંતા જાગે છે જેની આજે, એક દિન ચિંતાની ચિંતા જાશે રે હટી
દેખાતું ઘણું ઘણું રે જીવનમાં, ગયું ધીરે ધીરે એ પણ રે હટી
કર નજર તું ખુદ પર, હતો ના તું આ જગમાં, આવ્યો તું ક્યાંથી
રહ્યા આવતા ને જતા સહુ તો જગમાં, રહેશે ના જગમાં કોઈ સ્થિર રહી
છે પ્રકૃતિ તો આ જગપ્રકૃતિની, બદલાઈ નથી જગમાં કોઈ એ કદી
નથી એકસરખા સંજોગ બદલાતા, કોઈ બદલાયે મોડા, કોઈ જલદી
નથી કાંઈ એ ચમત્કાર, છે એ તો જગની નિત્ય પ્રકૃતિ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)