પાયાના પથ્થરે, ફરિયાદ ના કદી એવી તો કરી
નાખી મુજને ધરતીમાં, ઇમારત મુજ પર શાને ઊભી કરી
સમજે છે સાચું હૈયે, સમજીને સદા ફરજ અદા એણે કરી
સોંપાયું છે જે કામ એને, સમજીને રહ્યા પૂરું એને કરી
ધરતીની ઉપર રહેલા પથ્થરોએ ફરજ અદા એની કરી
ટાઢ, તાપ કરીને સહન, ઝંઝાવાતો સામે ટક્કર ઝીલી
બજાવશે ફરજ એકેએક પથ્થર જ્યાં, રહેશે ઇમારત ઊભી
જાગશે જ્યાં વિરુદ્ધ ભાવો, જાશે ઇમારત ત્યાં તૂટી
માનવ બજાવજે ફરજ તું તારી, ઉપરવાળાએ તને જે સોંપી
કરજે ના અખાડા તું એમાં, તારી જાતને આગળ ધરી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)