છે હિત તો તારું, પરમ હિતકારીમાં, ભળી રે જાવું
મેળવીને, પામીને જગમાં, આખર પડશે જગમાંથી તો જાવું - છે...
દિનરાત કરશે મહેનત તું, આખર નથી સાથે રહેવાનું - છે...
વેરઝેર બાંધી જગમાં, મેળવી સાથે છે શું લઈ જવાનું - છે...
હળીમળી રહેશે, મળશે શાંતિ સંતોષે સદા રહેવાનું - છે...
જઈ જઈ ઉપર, ગફલતે આખર પડશે નીચે પડવાનું - છે...
વહેલા યા મોડા, પડશે ઉપરવાળાને તો મળવાનું - છે...
સમજ પડશે ના પડશે, પડશે એની ચાલે તો ચાલવાનું - છે...
ચેતીને ચાલજે સદા, સત્ય આ કદી નથી બદલાવાનું - છે...
વહેલા મોડા પડશે ભળવું, એમાં, આખર એ સમજાવાનું - છે...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)