જ્યાં મનના મેલ હટયા નથી, ત્યાં તનની સુંદરતાને શું કરશું
જ્યાં મનમાંથી મેલ છૂટયા નથી, ત્યાં ચોખ્ખાઈ વસ્ત્રોની શું કરશું
જ્યાં મનના મેળ મળ્યા નથી, પોતાના ગણીને તો શું કરશું
ભર્યો છે ખૂબ અંધકાર જીવનમાં, ત્યાં દીવડા વિના શું કરશું
પ્રવાસ તો ખૂબ લાંબો છે જ્યાં, ત્યાં ધીરજ વિના શું કરશું
મારગે મુસીબતોનો ભાર ભર્યો છે જ્યાં, ત્યાં હિંમત વિના શું કરશું
જ્યાં મનની સ્થિરતા મળી નથી, ત્યાં પૂજનઅર્ચનને શું કરશું
તનમાંથી રોગ-દર્દ જ્યાં હટયા નથી, ત્યાં પકવાનને શું કરશું
જ્યાં મનમાંથી શંકા હટી નથી, ત્યાં લૂખી દલીલોને શું કરશું
જ્યાં પ્રભુદર્શનની તીવ્રતા જાગી છે, ત્યાં દર્શન વિના શું કરશું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)