જાગી જાય છે, ઊભી થઈ જાય છે, પળ જીવનમાં એવી રે
લાગે ત્યારે, આ ભી બરાબર છે, તે ભી બરાબર છે
સમજાય ના સાચું કે ખોટું, જીવનમાં તો જ્યારે રે - લાગે...
બને મુશ્કેલ લેવા નિર્ણય જીવનમાં તો જ્યારે રે - લાગે ...
કદી નાખુશ ના કરવા કોઈને રે, કહેવું પડે ત્યારે રે - લાગે ...
કદી કદી, કોઈને ખુશ કરવા રે, કહેવું પડે ત્યારે રે - લાગે ...
કદી કદી, ઝઘડા ટાળવા રે, કહેવું પડે ત્યારે રે - લાગે ...
સમજાયું ના હોય, સમજવાનો ડોળ કરવાને કહેવું પડે ત્યારે રે - લાગે ...
અહંમાં ભૂલ જ્યાં કબૂલ ન થાય, કહેવું પડે ત્યારે રે - લાગે ...
જિંદગીમાં હાથ જ્યાં હેઠા પડતા જાય, કહેવું પડે ત્યારે રે - લાગે ...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)