આપેલ બુદ્ધિનો રે, માનવ ઉપયોગ કરે ના જરાય
બુદ્ધિ દીધાનો અફસોસ તો, પ્રભુને ત્યારે જાગી જાય
દીધેલ લક્ષ્મીનો ઉપયોગ, ગણતરી કરવામાં કરે જો સદાય
લક્ષ્મી દીધાનો એફસોસ તો, પ્રભુને ત્યારે જાગી જાય
દીધેલ શક્તિનો, દૂરઉપયોગ કરતા માનવ જો ના અચકાય
શક્તિ દીધાનો અફસોસ તો, પ્રભુને ત્યારે જાગી જાય
મન મૂકી વિદ્યા દીધી શિષ્યને, દૂરઉપયોગ જ્યાં એનો થાય
વિદ્યા દીધાનો અફસોસ તો, ગુરુને ત્યારે જાગી જાય
સાથ દીધો હોય જ્યાં અન્યને, દૂરઉપયોગ જ્યાં એનો થાય
સાથ દીધાનો અફસોસ તો, દેનારને ત્યારે જાગી જાય
મોકા દે ઘણા માનવને તો પ્રભુ, મોકા જ્યાં એ ચૂકી જાય
મોકા દીધાનો અફસોસ તો, પ્રભુને ત્યારે જાગી જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)