Hymn No. 1987 | Date: 05-Sep-1989
|
|
Text Size |
 |
 |
હૈયાના હેતમાં રે માડી, મને આજે નવરાવજેહૈયાના હેતમાં રે માડી, મને આજે નવરાવજે
તારા પ્રેમના રે પૂરમાં માડી, મને આજે ડુબાડજે
વીત્યા કંઈક વર્ષો ને વીત્યા રે કંઈક જનમો (2)
માડી મારી આ જનમ હવે મારો તો સુધારજે
કીધી તો કંઈક કોશિશો તો મન કાજે રે
માડી મારી હવે આજ એને તો સ્થિર બનાવજે
કીધા અનેક પાપો રે મેં તો જીવનમાં સદાયે
માડી મારી હવે મને પાપમાંથી બહાર તો કાઢજે
માગું સદાયે હું તો તારી પાસે રે માડી
જીવન મારું, સદા પુણ્યપંથે તો વાળજે1989-09-05https://i.ytimg.com/vi/EVDUGerD9tQ/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=EVDUGerD9tQ