લઈ આવોને રે, લઈ આવોને રે
આભે ઊગેલ સૂરજદાદા રે, મારી માડી આવવાના સંદેશા લઈ આવોને
આભે ઊગેલ, ઓ ચાંદલિયા રે, મારી માડી આવવાના સંદેશા લઈ આવોને
આકાશે વહેતાં વાયુ રે, મારી માડી આવવાના સંદેશા લઈ આવોને
જોઈ રહ્યો છું, રોજરોજે રે, એના સંદેશાની તો વાટડી રે
નભમાં વહેતાં વાદળિયા રે, મારી માડી આવવાના સંદેશા લઈ આવોને
આકાશે ટમટમતાં તારલિયા રે, મારી માડી આવવાના સંદેશા લઈ આવોને
આકાશે ઝબૂકતી વીજળીના ઝબકારા રે, મારી માડી આવવાના સંદેશા લઈ આવોને
પૂરજો, પૂરજો રે મારા હૈયાની ધડકન રે, માડી આવ્યાની સાક્ષી પૂરજો રે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)