ક્ષણ જીવનમાં જેવી જ્યારે જેની જાગે, ત્યારે તેનું તેવું થાય છે
પળ તો જીવનમાં એવી આવી જાય છે, જ્યારે તો બધું પલટાય છે
ધૂળોના થરના થર પણ, ધીરે ધીરે તો દૂર થાય છે
પાપમાં ડૂબેલા જીવનું પણ એક દિન, પરિવર્તન તો થાય છે
સૂકી ધરતી પણ, એક દિવસ તો હરિયાળી બની જાય છે
મધ્યાહને પહોંચેલા સૂર્યનો પણ, અસ્ત તો થઈ જાય છે
કાળમીંઢ પથ્થરના પણ, વાયુ ને પાણી, ચૂરેચૂરા કરી જાય છે
અક્કડ રહેતા ઝાડવા પણ, તોફાનમાં તો તૂટી જાય છે
કીડી જેવી કીડી પણ, તોતિંગ હાથીને હેરાન કરી જાય છે
જેની ત્રાડે ધ્રુજે જંગલ, એક દિવસ તો એ દીન બની જાય છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)