Hymn No. 2501 | Date: 09-May-1990
|
|
Text Size |
 |
 |
હોય ભલે જગમાં તું રે પ્રભુ, ભજવાવાળો ભી, તને તો જોઈએ છે હોય ભલે તારણહાર તું રે પ્રભુ, ડૂબવાવાળો ભી તો જોઈએ છે હોય ભલે રક્ષણહાર તું રે પ્રભુ, રક્ષણ માગનાર ભી તો જોઈએ છે હોય ભલે દયાળુ તું રે પ્રભુ, દયા માગનાર ભી તો જોઈએ છે હોય ભલે દર્શન દેનાર તું રે પ્રભુ, દર્શન કરનાર ભી તો જોઈએ છે હોય ભલે સાંભળનાર તું રે પ્રભુ, સંભળાવનાર ભી તો જોઈએ છે હોય ભલે કૃપાળુ તું રે પ્રભુ, કૃપા પામનાર ભી તો જોઈએ છે હોય ભલે ન્યાયાધીશ તું રે પ્રભુ, અપરાધી ભી તો જોઈએ છે હોય ભલે શક્તિશાળી તું રે પ્રભુ, અશક્ત ભી તો કોઈ જોઈએ છે હોય તને ઇચ્છા જોવાની રે પ્રભુ, દૃશ્ય ભી તો સામે જોઈએ છે હોય ભલે સાચો સમજાવનાર તું રે પ્રભુ, સમજનાર સાચું ભી તો જોઈએ છે હોય ભલે કરુણાળું તું રે પ્રભુ, કરુણા પામનાર ભી તો જોઈએ છે મળી જાશે આ બધું તને રે મુજમાં, મુજ સરખો ભી તને તો જોઈએ છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|