Hymn No. 2504 | Date: 21-May-1990
|
|
Text Size |
 |
 |
ના કાંઈ લેવા કે દેવા, તારે રે માડી, ચિંતા જગની શાને તું કરતી રહે છે દઈ અધિકાર કર્મનો માનવને, હૈયે શાંતિ કાં તું ના ધરે છે શું સાચું કે શું ખોટું, એક તું જાણે છે, સમજે છે માનવ, એ પૂરું સમજે છે દીધી બુદ્ધિ તો તેં સમજવા, અંતે બુદ્ધિ તો ગોટાળા ઊભા કરે છે તને સમજે ના સમજે જ્યાં થોડું, શંકા ત્યાં સમજ બધી દૂર કરે છે દીધા શાસ્ત્ર ઘણા, કીધા ઉપયોગ ખોટા, દૂર ને દૂર માનવ તો રહે છે આવવું છે પાસે તારી, માયાને બાંધી ઉપાધિ બધી એ તો કરે છે છે તરવૈયા કાચા, મૂકી તોયે બે હોડીમાં પગ, તરવું એને ગમે છે નિર્ગુણ ભી તું છે, ગુણમયી ભી તું છે, મન અમારું ચક્રાવે ચડે છે નિરાકારે વ્યાપી, સાકારે દેખાતી, બુદ્ધિ અમારી તો મૂંઝાઈ જાય છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|