1990-05-11
1990-05-11
1990-05-11
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13494
મજબૂરી જ્યાં હટતી નથી, તૂટતી નથી, ક્યાંક ભોગ તો લેવાય છે

શું ભોગ બનશે એ તો, શું ના બનશે, નિર્ણય ના જલદી એનો થાય છે
ના એક વિના રહેવાશે, ના બીજું ત્યજાશે, બંને જ્યાં તો ટકરાય છે
એક ના બની શકે જ્યાં એ બંને, પરિસ્થિતિ આવી તો ઊભી થાય છે
ભાવ ને ફરજ ટકરાયાં જ્યાં, મજબૂરી કોઈક તરફ તો લઈ જાય છે
શું સાચું શું ખોટું, ત્યાં બધું એ તો વિસરાઈ જવાય છે
ખેંચી જાય જ્યાં મમતા, કર્તવ્ય ખૂદનું ત્યાં તો ભૂલી જવાય છે
દેવાય જ્યાં અન્યના ભાવને મહત્ત્વ, વિષમતા જીવનમાં ઊભી થાય છે
પડશે ના ચેન તો હૈયાને, જ્યાં ખુદના ભાવનું બલિદાન દેવાય છે
સાચના રાહ પર આવશે અડચણો આવી, રૂપ નોખનોખા બદલાય છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
majabūrī jyāṁ haṭatī nathī, tūṭatī nathī, kyāṁka bhōga tō lēvāya chē
śuṁ bhōga banaśē ē tō, śuṁ nā banaśē, nirṇaya nā jaladī ēnō thāya chē
nā ēka vinā rahēvāśē, nā bījuṁ tyajāśē, baṁnē jyāṁ tō ṭakarāya chē
ēka nā banī śakē jyāṁ ē baṁnē, paristhiti āvī tō ūbhī thāya chē
bhāva nē pharaja ṭakarāyāṁ jyāṁ, majabūrī kōīka tarapha tō laī jāya chē
śuṁ sācuṁ śuṁ khōṭuṁ, tyāṁ badhuṁ ē tō visarāī javāya chē
khēṁcī jāya jyāṁ mamatā, kartavya khūdanuṁ tyāṁ tō bhūlī javāya chē
dēvāya jyāṁ anyanā bhāvanē mahattva, viṣamatā jīvanamāṁ ūbhī thāya chē
paḍaśē nā cēna tō haiyānē, jyāṁ khudanā bhāvanuṁ balidāna dēvāya chē
sācanā rāha para āvaśē aḍacaṇō āvī, rūpa nōkhanōkhā badalāya chē
|