અમારું ભાગ્ય અમે તો ઘડયું છે, પ્રભુ તમે એને તો લખ્યું છે
લઈ લેખિની કર્મની, લખતાં ના પાછું વળી અમે તો જોયું છે
જાગી ન જાગી શંકા તો હૈયામાં, ઊભી ને ઊભી થાતી તો રહી છે
મળશે શાંતિ કયા કર્મોથી, સમજ્યાં વિના કર્યા તો કર્યું છે
કરવી ફરિયાદ હવે તને શાને, જ્યાં અમે તો એને ઊભું કર્યું છે
કરી ભૂલો અમે તો ભલે, પોકારતાં દોડી તું તો આવ્યો છે
ઊંચા-નીચા કરી દીધા છે કર્મોએ અમને, સ્થિરતા ગુમાવી દીધી છે
નથી શીખ્યા કર્મોની પટાબાજી, કયા કર્મોથી કયા નાશ પામી જાય છે
અટકશે ક્યારે કર્મોની આંકડીઓ, ના એ તો સમજાય છે
લઈ ગયા કર્મો અમને માયામાં, જોઈએ છે રાહ એવા કર્મોની, તારી પાસે જે લઈ જાય છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)