છે કરામત આ તો કેવી, શાશ્વતે, નાશવંતનો આશરો લીધો છે
બન્યું આ બધું તો કર્મો થકી, જે તો તારે ને તારે જ હાથ છે
લીધા તો શ્વાસ જગમાં તો જેણે, ના એ એને તો ગણી શકે છે
છે વ્યાપ્ત તો પ્રભુ રે બધે, નિશાન તોય એનું ચૂકી જવાય છે
જ્ઞાનીઓના તો સાથમાં રહ્યો, તોય અજ્ઞાનીઓના હૈયે ભી વસી જાય છે
મળે ના ચરણ એના રે ક્યાંય, સર્વવ્યાપક તોય એ કહેવાય છે
છે પાસે ને પાસે તો સહુની, ગોતતા જનમોજનમ વીતી જાય છે
કહી ના શકાય કોઈથી, કયા જનમમાં કયા રૂપે એ મળી જાય છે
નિરાશાના સૂર ઊઠી ગયા જ્યાં હૈયે, દૂર ને દૂર એ તો દેખાય છે
ભાવ ને શ્રદ્ધાના મિશ્રણ સાચાં મળી ગયા, પ્રગટ ત્યાં એ તો થાય છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)