જીવન તો સહુ જીવે છે, જીવવું પડે એટલે જીવે છે, સમજીને જીવન કોણ જીવે છે
મર્મ વિનાના રે જીવનમાં, શ્વાસની ક્રિયા વિના, ના બીજું ત્યાં કાંઈ રહે છે
પ્રેમથી જીવન જગમાં તો જે જીવે, જીવન તો એ, પ્રેમથી તરબોળ રહે છે
રસ વિનાનું રે જીવન, જગમાં તો એ જીવન, એ જીવન તો ભારરૂપ રહે છે
નિરાશાઓથી ભરેલું રે જીવન, એ જીવનમાં તો ખાલી ઉસરડો રહે છે
ઉદ્દેશ વિનાનું રે જીવન, જગમાં તો એ જીવન, જ્યાં ત્યાં ઘસડાતું રહે છે
સમજીને જીવન જીવાય જ્યારે, જીવનમાં તો ત્યારે, ધારા આનંદની તો વહે છે
સમયબધ્ધ જીવન તો જગમાં, જીવનમાં તો એ સમયની કિંમત સમજી શકે છે
જીવનમાં જ્યાં સભર રહે છે, જીવનમાં ત્યારે, સત્ય જીવનનું તો રક્ષણ કરે છે
ઇર્ષ્યા ને વિકારોથી ભરેલું જીવન, જીવનમાં એ બાળતું ને બાળતું રહે છે
ભક્તિ ભરેલું રે જીવન, એ જીવન તો, પ્રભુમય જીવનનું દ્વાર ખોલતું રહે છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)