રીઝવતાં તને રે માડી, મનાવતાં તને રે માડી, આવી જાયે નાકમાં દમ
રહી છે ફરતી ને ફરતી નજર તો મારી, રહી છે ગોતતી તને ચોગરદમ
નજર છે મારી કાચી, છે હૈયું મારું સાથી, તું તો ભલે ના દેખાતી
કાઢીશ તો ગોતી તને રે માડી, ખાધી છે મેં આ તો કસમ
છુપાઈ છુપાઈ, છુપાઈશ તું કેટલું, રહીશ શોધતો તને તો હરદમ
આવી ગઈ જ્યાં એકવાર તું નજરમાં, ના છટકવા દઈશ તને એક કદમ
થઈ હશે જો ભૂલ તો મારી, લઈશ સુધારી એને તો હું હરદમ
ગોતવી છે તને, મળવું છે રે તને, ના ભુલાવી દેતી મને, મારી કસમ
રહી છે રમતી તું તો નજરમાં મારી, રહેજે હૈયામાં ને મનમાં મારી તું રમ
હિંમત ભરી છે હૈયામાં માડી, ગોતવી છે તને, ભલે આવે નાકમાં દમ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)