Hymn No. 2515 | Date: 14-May-1990
|
|
Text Size |
 |
 |
1990-05-14
1990-05-14
1990-05-14
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13504
હાથના કર્યા હૈયે વાગે છે, એ તો કુદરતનો ન્યાય
હાથના કર્યા હૈયે વાગે છે, એ તો કુદરતનો ન્યાય બનતું ઊલટું દેખાય તો જ્યાં, મન ત્યાં તો ચકરાવે ચડી જાય સ્વીકારે ના બુદ્ધિ માનવા જગમાં, જેને તો પોતાના ધીરે ધીરે જ્યાં એ પોતાના બની જાય, મન ત્યાં તો ચકરાવે ચડી જાય જીવનમાં સદા સત્યથી રે ચાલો, એમ તો સહુ કહેતાં જાય જૂઠની તો બોલબાલા દેખાય સામે, મન ત્યાં તો ચકરાવે ચડી જાય રાખી હોય હૈયે જ્યાં ખૂબ આશા, ત્યાં નિરાશા જો મળી જાય છેલ્લી ઘડીયે બાજી જ્યાં પલટાય, મન ત્યાં તો ચકરાવે ચડી જાય ધાર્યું હોય તો કાંઈ, થઈ જાયે કાંઈ, અહં ત્યાં તો ઘવાઈ જાય હાર તો સ્વીકાર કરતા હૈયું અચકાય, મન ત્યાં તો ચકરાવે ચડી જાય
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
hathana karya haiye vaguely chhe, e to kudaratano nyay
banatum ulatum dekhaay to jyam, mann tya to chakarave chadi jaay
svikare na buddhi manav jagamam, those to potaana
dhire dhire jya e potaana bani jaya, mann tyamadi chakarave chaya jaay
jaay jaya , ema to sahu kahetam jaay
juthani to bol baal dekhaay same, mann tya to chakarave chadi jaay
rakhi hoy haiye jya khub asha, tya nirash jo mali jaay
chhelli ghadiye baji jya palataya, mann dhaya
kai jaay kai to chakarave haium chadi joya , aham tya to ghavai jaay
haar to svikara karta haiyu achakaya, mann tya to chakarave chadi jaay
|