Hymn No. 2516 | Date: 15-May-1990
|
|
Text Size |
 |
 |
છે તારા અંતર્યામી, તારા અંતરમાં તો અંતર્ધ્યાન, ચાહે તું માને, ચાહે ના માને
Che Taaara Antaryaami, Taara Antar Ma Toh Antardhyaan, Chahe Tu Maane, Chahe Na Maane
જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)
છે તારા અંતર્યામી, તારા અંતરમાં તો અંતર્ધ્યાન, ચાહે તું માને, ચાહે ના માને રહ્યા છે તારા હૈયામાં, ભર્યા તો સુખના ભંડાર, ચાહે તું માને, ચાહે ના માને છે તારા અંતરમાં, અખૂટ આનંદના ભંડાર, ચાહે તું માને, ચાહે ના માને છે અંતરમાં તારા, ભર્યા છે શક્તિના તો ભંડાર, ચાહે તું માને, ચાહે ના માને અંતરમાં તારા પડયા છે, ભર્યા જ્ઞાનના તો ભંડાર, ચાહે તું માને, ચાહે ના માને રહ્યા છે તારામાં, તારા પૂર્વજનમના તો સંસ્કાર, ચાહે તું માને, ચાહે ના માને તારી પ્રગતિમાં રહ્યા છે નડતા, તારા અંતરના અંતરાય, ચાહે તું માને, ચાહે ના માને આવ્યો તું જગમાં, નથી થઈ તને તારી તો પહેચાન, ચાહે તું માને, ચાહે ના માને રહ્યા છે છુપાઈ તુજમાં પ્રભુના તેજના ભંડાર, ચાહે તું માને, ચાહે ના માને કારણ વિના ફરતો રહે છે જગમાં તો સદાય, ચાહે તું માને, ચાહે ના માને
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|