Hymn No. 2538 | Date: 24-May-1990
|
|
Text Size |
 |
 |
1990-05-24
1990-05-24
1990-05-24
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13527
પોકાર ઊઠયા, લોભના જ્યાં હૈયામાં, સમજી લો, જાગી ગઈ ખરાબી હૈયામાં
પોકાર ઊઠયા, લોભના જ્યાં હૈયામાં, સમજી લો, જાગી ગઈ ખરાબી હૈયામાં સળવળી ઊઠી વાસના જ્યાં નજરમાં, સમજી લો, આવી ગઈ ખરાબી નજરમાં જાગે અતૂટ વેરના ભાવ જ્યાં મનમાં, સમજી લો, જાગી ગઈ ખરાબી મનમાં થઈ ગઈ ઊભી તો શંકા જ્યાં હૈયામાં, સમજી લો, આવી ગઈ ખરાબી શ્રદ્ધામાં કર્યો ઇર્ષ્યાએ વાસ તો જ્યાં હૈયામાં, સમજી લો, સળગી ગઈ વાડી જીવનની અવગુણના પ્યાલા પીવાતા ગયા, સમજી લો, ચડતા ગયા પગથિયાં પાપના જ્યાં ભયના વાદળ છવાયા તો હૈયામાં, સમજી લો, થયા દ્વાર બંધ તો પ્રગતિના પીવાતા ગયા ઘૂંટડા ધીરજના તો હૈયામાં, સમજી લો, થયા દ્વાર ખુલ્લા તો જીતના પ્રવેશી ગઈ સંકુચિતતા જ્યાં હૈયામાં, સમજી લો, આવી ગઈ બાધા અપનાવવામાં જાગી ગયા ભાવ ને શ્રદ્ધા જ્યાં હૈયામાં, સમજી લો, આવી ગયા પ્રભુ તો નજરમાં
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
pokaar uthaya, lobhana jya haiyamam, samaji lo, jaagi gai kharabi haiya maa
salavali uthi vasna jya najaramam, samaji lo, aavi gai kharabi najar maa
jaage atuta verana bhaav jya manamam, samaji tokyo
thai gaiamyam, samai gaiamam, thai gai hagi, samai hai jaagi lo, aavi gai kharabi shraddhamam
karyo irshyae vaas to jya haiyamam, samaji lo, salagi gai vadi jivanani
avagunana pyala pivata gaya, samaji lo, chadata gaya pagathiyam paap na
jya bhayana vadaji chhavaya to haivara bandamha, samaji gai to pragunt, to haivara
bandamha dhirajana to haiyamam, samaji lo, thaay dwaar khulla to jitana
praveshi gai sankuchitata jya haiyamam, samaji lo, aavi gai badha apanavavamam
jaagi gaya bhaav ne shraddha jya haiyamam, samaji lo, aavi gaya prabhu to najar maa
|