કરવા છે રે, એ તો કરવા છે, દર્શન પ્રભુ તારા, જીવનમાં તો કરવા છે
રહેવું નથી રે પ્રભુ તારા દર્શન વિના, દર્શન તારા, જીવનમાં તો કરવા છે
જાણીએ ના શું કરવું એમાં, તોયે દર્શન તારા કરવા, છે દર્શન તારા કરવા છે
વિશ્વાસ છે હૈયે ભર્યો ભર્યો, વિશ્વાસે પગથિયાં એનાં તો ચડવા છે
માળા સદ્ગુણોની જાશું રે ગૂંથતા, એની માળા, ચરણમાં તારા ધરવી છે
ઊલટાંને સૂલટાવે તું તો પ્રભુ, આ પાપીને તારા દર્શનથી પાવન થાવું છે
ભૂલવું છે ભાન જગનું રે બધું, જીવનના દુઃખ દર્દને તો ભૂલવું છે
તારા દર્શન તો છે મંઝિલ મારી, મારી એ મંઝિલને ના મારે ભૂલવી છે
ભૂલવું છે જગનું બીજું બધું પણ, જીવનમાં મારી એ મંઝિલને ના ભૂલવી છે
કરવા છે, કરવા છે પ્રભુ દર્શન તારા, તારા દર્શન વિના ના રહેવું છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)