અરે ઓ દુર્ભાગ્ય અમારા, છીએ અમે તો જુદી માટીના ઘડાયેલા
નથી પીછેહઠ અમે તો કરવાના, છીએ સામી છાતીએ અમે તો લડનારા
છે કોશિશો સદા તો તારી, હાથ હેઠા અમારા તો પાડવાના
સફળ થાવા ના દેશું તો તને, કરજે લાખ યત્નો તો તારા
કદી માંદગી સર્જાવે, કદી શંકાઓ જગાવે, રીત તારી નથી એ તો અજાણી
કરશે યત્નો તું તો તારા, મનથી અમે તો તોય સ્થિર રહેવાના
મૂંઝવશે કદી તું પૈસેથી, પાડશે વિખૂટા વહાલાથી, યત્નો તારા ચાલુ રહેવાના
ના વિચલિત થાશું અમે તો એનાથી, નાકામયાબ એને તો કરવાના
અજમાવે તરકિબો તો તું નિતનવી, નાસીપાસ અમને તો કરવાની
નથી અમે એનાથી તો ડગવાના, ના હિંમતથી અમે તો તૂટવાના
છે મંઝિલ અમારી તો પ્રભુચરણમાં, લક્ષ્ય નથી અમે એ ચૂકવાના
કોશિશ કરજે તું તો તારી, અમે અમારી મંઝિલે તો પહોંચવાના
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)