Hymn No. 2578 | Date: 11-Jun-1990
|
|
Text Size |
 |
 |
1990-06-11
1990-06-11
1990-06-11
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13567
શાંતિની સમાધિમાંથી આત્મા પાછો સળવળી ગયો
શાંતિની સમાધિમાંથી આત્મા પાછો સળવળી ગયો ચિંતાનો તાંતણો એક ભી જ્યાં એની પાસે પહોંચી ગયો ભુલાયું ભાન જ્યાં તનનું, મનની સાથે ફરતા, જ્યાં એ અટકી ગયો તૂટયો તાંતણો સમાધિનો, ચિંતાનો ભાવ જ્યાં જાગી ગયો આનંદસાગરમાં ડૂબકી આનંદની જ્યાં એ ખાતો હતો તાંતણો ચિંતાનો પાછો એમાંથી એને ઘસડી ગયો જોડતાં તાંતણો શાંતિ સાથે, આત્મા કોશિશ કરતો રહ્યો પાછો ને પાછો, ચિંતાની સાથે ને સાથે એ જોડાતો ગયો કર્તામાં વિશ્વાસ જાગ્યો જ્યાં સાચો, ભાર નષ્ટ ચિંતાનો થઈ ગયો અવિચલિત આનંદનો આલ્હાદ મળતો ત્યાં તો થઈ ગયો
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
shantini samadhimanthi aatma pachho salavali gayo
chintano tantano ek bhi jya eni paase pahonchi gayo
bhulayum bhaan jya tananum, manani saathe pharata, jya e ataki gayo
tutayo tantano samadhino, chintano bhaav jya jaagi gayo
anandasagaramam dubaki aanandani jya e khato hato
tantano chintano pachho ema thi ene ghasadi gayo
jodatam tantano shanti sathe, aatma koshish karto rahyo
pachho ne pachho, chintani saathe ne saathe e jodato gayo
kartamam vishvas jagyo jya sacho, bhaar nashta chintano thai gayo
avichalita anandano alhada malato tya to thai gayo
|
|