|
View Original |
|
આત્મા વિનાના ખોળિયાની તો કોઈ કિંમત નથી
મૃગજળના જળથી જીવનમાં પ્યાસ તો કાંઈ બૂઝાતી નથી
આંખ વિના તો સૃષ્ટિના સૌંદર્યની કાંઈ કિંમત નથી
તારલિયા વિનાની રાતની તો કાંઈ મજા નથી
નમક વિનાની રસોઈમાં તો કોઈ સ્વાદ નથી
પ્રેમ વિનાનું જીવન, એ તો કાંઈ જીવન નથી
ભાવ વિનાની ભક્તિ, એ તો કદી ફળતી નથી
ધડકન હર મનુષ્યના હૈયાની તો કાંઈ જુદી હોતી નથી
દૃષ્ટિ માનવને તો જીવનમાં મળી, દૃષ્ટિ એકસરખી હોતી નથી
ધરતી પણ એકસરખી હોતી નથી, માનવ એકસરખો હોતો નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)