Hymn No. 2581 | Date: 13-Jun-1990
|
|
Text Size |
 |
 |
1990-06-13
1990-06-13
1990-06-13
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13570
ગોતી ગોતી શાંતિ જીવનમાં, જગમાં તો બધે ફરી ફરી
ગોતી ગોતી શાંતિ જીવનમાં, જગમાં તો બધે ફરી ફરી મળી ના મળી જ્યાં જીવનમાં, ના સ્થિર એ તો રહી લાગ્યું મનને, મળતાં જે ચીજ, મળશે શાંતિ, મળતાં શાંતિ ના મળી જાગી ત્યાં તો બીજી રે ઇચ્છા, પરિસ્થિતિ પાછી એની એજ રહી રહી જાગતી ને જાગતી ઇચ્છાઓ, રહી વણઝાર એ ના અટકી કરવા પૂરી ઇચ્છાઓ ને ઇચ્છાઓ, જિંદગી તો વીતતી રહી ઇચ્છાઓ ને ઇચ્છાઓમાં, મૂળ ઇચ્છા તો અટવાઈ ચૂકી મૂળ ઇચ્છાની સમાપ્તિમાં રહ્યો છે શાંતિસાગર તો વહી પ્રભુદર્શનમાં થાય બધી ઇચ્છાઓ પૂરી, ના જવું કદી એ તો ચૂકી દર્શનની ઝંખનાએ ને ઝંખનાએ દેવું જીવન તો બધુંયે ભરી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
goti goti shanti jivanamam, jag maa to badhe phari phari
mali na mali jya jivanamam, na sthir e to rahi
lagyum manane, malta je chija, malashe shanti, malta shanti na mali
jaagi tya to biji re ichchha, paristhiti paachhi eni ej rahi
rahi jagati ne jagati ichchhao, rahi vanajara e na ataki
karva puri ichchhao ne ichchhao, jindagi to vitati rahi
ichchhao ne ichchhaomam, mula ichchha to atavaai chuki
mula ichchhani samaptimam rahyo che shantisagara to vahi
prabhudarshanamam thaay badhi ichchhao puri, na javu kadi e to chuki
darshanani jankhanae ne jankhanae devu jivan to badhunye bhari
|
|