Hymn No. 2586 | Date: 15-Jun-1990
|
|
Text Size |
 |
 |
1990-06-15
1990-06-15
1990-06-15
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13575
મોજડી તો માથે ના પહેરાય, પાઘડી તો પગે ના બંધાય
મોજડી તો માથે ના પહેરાય, પાઘડી તો પગે ના બંધાય જ્યાં જેનું તો સ્થાન છે, ઉપયોગ એનો તો ત્યાંજ કરાય વહાણ રસ્તે ના ચલાવાય, ગાડું તો સાગરમાં ના હંકારાય - જ્યાં... કાતરથી તો લાકડું ના કપાય, કરવતથી તો કપડું ના વેતરાય - જ્યાં... હાથથી તો ના ચલાય, પગથી તો તાળી ના પડાય - જ્યાં... આંખથી તો ના સંભળાય, કાનથી તો ના જોવાય - જ્યાં... શાહી તો ના પીવાય, ને પાણીથી તો ના લખાય - જ્યાં... અન્નના તો મહેલ ના રચાય, ને પથ્થર તો ના ખવાય - જ્યાં...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
mojadi to maathe na paheraya, paghadi to page na bandhaya
jya jenum to sthana chhe, upayog eno to tyanja karaya
vahana raste na chalavaya, gadum to sagar maa na hankaraya - jyam...
katarathi to lakadum na kapaya, karavatathi to kapadum na vetaraya - jyam...
hathathi to na chalaya, pagathi to taali na padaya - jyam...
aankh thi to na sambhalaya, kanathi to na jovaya - jyam...
shahi to na pivaya, ne panithi to na lakhaya - jyam...
annana to mahela na rachaya, ne paththara to na khavaya - jyam...
|
|