ભૂલી ના જાજો અમને રે પ્રભુ, રહો છો વ્યસ્ત સદા જગના કામમાં રે
એક બાળ હોય જો, યાદ રહે રે પ્રભુ, છે જગમાં સહુ બાળ તો તમારા રે
એક કામ હોય તો થાયે પૂરું રે પ્રભુ, છો સદા ડૂબેલાં તમે તો કામમાં રે
ભક્તોની વહારે ચડવું છે તમારે રે પ્રભુ, છે પાપીઓને તો તારવા રે
છે ભવસાગરમાં તો નાવ સહુની રે, છે એને તો ચલાવવી તારે રે
જગમાં તો માનવ કર્મો કરતા રહે, રાખ્યા ન એને એમાંથી મોકળાં રે
કર્મોની ચાવીએ ચલાવે તું માનવને, છે તું તો કર્તા, રહ્યો છતાં અકર્તા રે
દુઃખ તો સદાયે સાંભરે, સુખે જોજે ન અમને દેજે વિસરાવી રે
રસ્તા તારા તો છે કેવા, સમજ્યાં છતાં, નથી એ સમજતાં રે
જોયાં નથી તને તો અમે, લાગે તોય જાણે અમે તને તો જોયા રે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)